400 KMની રેન્જ... ક્યૂટ લૂક અને ધાંસૂ ફીચર્સ! Renaultની નાની ઈલેક્ટ્રિક કાર શો કેસ થઈ
2024 જીનિવા મોટર શોની શરૂઆત 26 ફેબ્રુઆરીથી થઈ ગઈ છે.
સ્વિત્ઝરલેન્ડના જીનિવામાં આગામી 3 માર્ચ સુધી ચાલનારા આ મોટર શોમાં દુનિયાભરના વાહન નિર્માતા હાજરી આપી રહ્યા છે.
આજે ફ્રેન્ચ કાર કંપની Renault એ પોતાની નવી ઈલેક્ટ્રિક કાર Renault 5 EVને દુનિયા સામે રજૂ કરી છે.
આકર્ષક લૂક અને દમદાર બેટરી પેકથી સજ્જ ઈલેક્ટ્રિક કારથી ભારતીય બજારમાં પણ રજૂ થઈ શકે છે.
આ કારમાં LED બ્લોક્સ સાથે મોટી એર ઈન્ટેક અને ફ્રન્ટ વ્હીલ આર્ક પાસે ચાર્જિંગ પોર્ટ આપેલો છે.
સારા વ્હીલબેસના કારણે કારમાં આરામદાયક સ્પેસ મળે છે. કેબિનમાં મોટી ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન પણ આપેલી છે.
કારમાં પુશ-બટન સ્ટાર્ટ ડિજિટલ ઈન્સ્ટ્રીમેન્ટ ક્લસ્ટર અને ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીનની વચ્ચે આપેલું છે.
કંપનીનું કહેવું છે કે આ કારની બેટરી સિંગલ ચાર્જમાં 400 કિલોમીટરની રેન્જ આપી શકે છે.
AmpR સ્મોલ પ્લેટફોર્મ પર બેઝ્ડ આ ઈલેક્ટ્રિક હેચબેકમાં મલ્ટી-લિંક રિયર એક્સલ આપેલું છે.
PM મોદીએ દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના કર્યા દર્શન, જુઓ PHOTOS
Related Stories
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
Airtel નું સૌથી સસ્તું રિચાર્જ, અનલિમિટેડ કોલ અને 3GB ડેટા સાથે
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ