Screenshot 2024 07 11 202734

SWIFT નું નવું મોડલ કેટલું સલામત? ક્રેશ ટેસ્ટમાં જુઓ કેટલા સ્ટાર મળ્યા

11 July 2024

image
Screenshot 2024 07 11 202710

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તાજેતરમાં સ્થાનિક બજારમાં તેની પ્રખ્યાત હેચબેક કાર SWIFT નું નવું મોડલ લોન્ચ કર્યું છે

Screenshot 2024 07 11 202722

નવી SWIFT નું આ નવા મોડલને ગયા વર્ષે જાપાન મોબિલિટી શોમાં પહેલીવાર રજૂ કરવામાં આવ્યું હતું, હવે તેનો ક્રેશ ટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે

Screenshot 2024 07 11 202748

આ હેચબેક કારનું યુરો NCAP દ્વારા ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું છે, એજન્સીએ તેના વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ GL+ મોડલનું પરીક્ષણ કર્યું છે.

SWIFT એ યુરો NCAP ક્રેશ પરીક્ષણો દરમિયાન સાધારણ પ્રદર્શન કર્યું છે, આ કારને કુલ ત્રણ સ્ટાર મળ્યા છે

નવી સ્વિફ્ટે પુખ્ત સુરક્ષામાં 67 ટકા અને બાળ સુરક્ષામાં 65 ટકા સ્કોર કર્યો છે, સેફ્ટી આસિસ્ટ સિસ્ટમમાં આ કારને 62 ટકા માર્ક્સ મળ્યા છે

 યુરો NCAP દ્વારા જે કારનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું છે તે ભારતીય મોડલથી અલગ છે, કારણ કે અહીંના મોડલમાં ADAS સેફ્ટી ફીચર ઉપલબ્ધ નથી

ક્રેશ રિપોર્ટ અનુસાર, આગળની ટક્કરમાં સ્વિફ્ટે વધુ સારું પ્રદર્શન કર્યું છે, આ કારમાં પુખ્ત મુસાફરોના માથાને સારી સુરક્ષા મળે છે

જોકે, સાઈડ પોલ ઈમ્પેક્ટ ટેસ્ટમાં કાર વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે, બંને ટેસ્ટમાં ડ્રાઈવર અને પેસેન્જરના માથાને પૂરતું રક્ષણ મળે છે

તમને જણાવી દઈએ કે ગ્લોબલ માર્કેટમાં હાજર સ્વિફ્ટમાં ઘણા આધુનિક સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તમને ભારતીય મોડલમાં નહી મળે.