Screenshot 2024 05 16 131946

Jio નો નવો પ્લાન, Netflix સહિત 15 OTT નું મળશે એક્સેસ

image
jio 5g 14901

Jio એ એન્ટરટેઈનમેન્ટ બંડલવાળો નવો પોસ્ટપેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાન Jio AirFiber અને JioFiber યુઝર્સ માટે છે.

Screenshot 2024 05 16 132012

આ પ્લાનમાં યુઝર્સને 15 OTT પ્લેટફોર્મનું એક્સેસ મળે છે. આમાં Netflix, Amazon Prime અને JioCinema Premium સામેલ છે.

jio 5g 1660548447

કંપનીએ 888 રૂપિયાનો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં 30Mbpsની સ્પીડથી ડેટા મળશે. જોકે, આ પ્લાન હજુ વેબસાઈટ પર લિસ્ટેડ નથી.

આ કારણે એ સ્પષ્ટ નથી કે આ પ્લાનમાં યુઝર્સને કેટલો ડેટા મળશે. તમને જણાવી દઈએ કે આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને Netflix Basicનું ઍક્સેસ મળશે.

Jio AirFiber યુઝર્સ આ પ્લાન હેઠળ 1TB સુધીની FUP લિમિટ મેળવી શકે છે. જ્યારે JioFiber યુઝર્સ માટે આ લિમિટ 3.3TB હોઈ શકે છે.

હાલ Jio Air Fiber અને Jio Fiber યુઝર્સ આ પ્લાન પર અપગ્રેડ કરી શકે છે. આ સાથે જ નવા કસ્ટમર્સ પણ આ પ્લાન પસંદ કરી શકશે.

આ સિવાય Jio ધન ધના ધન IPL ઑફર પણ મળી રહી છે. આ ઓફર હેઠળ કંપની 50 દિવસનું ડિસ્કાઉન્ટ ક્રેડિટ વાઉચર આપી રહી છે. જોકે, આ ઓફર માત્ર 31 મે સુધી છે.

JioFiber નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 399 રૂપિયામાં આવે છે. આમાં યુઝર્સને 30Mbpsની સ્પીડ મળશે. આ પ્લાન 6 મહિના અથવા 12 મહિના માટે ખરીદી શકાય છે.

આ પ્લાનમાં યુઝર્સને એક મહિના માટે અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાન પ્રીપેડ અને પોસ્ટપેડ બંને જ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.