Screenshot 2024 06 26 123512

85Km રેન્જ... અને 55 હજાર કિંમત! આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ

26 June 2024

image
Screenshot 2024 06 26 123549

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ ઝડપથી વધી રહી છે, મોટાભાગની કંપનીઓ આ સેગમેન્ટમાં પોતાની હાજરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે

Screenshot 2024 06 26 123524

હવે iVOOMi એનર્જીએ સ્થાનિક બજારમાં તેનું નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે, તેને iVoomi S1 Lite નામ આપવામાં આવ્યું છે

Screenshot 2024 06 26 123652

આકર્ષક દેખાવ અને શક્તિશાળી મોટરથી સજ્જ આ સ્કૂટરની શરૂઆતની કિંમત માત્ર રૂ. 54,999 (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે

કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરને બે અલગ-અલગ બેટરી વિકલ્પો સાથે રજૂ કર્યું છે, જેમાં ગ્રાફીન અને લિથિયમ-આયનનો સમાવેશ થાય છે

iVOOMi દાવો કરે છે કે ગ્રાફીન વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 80 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે અને લિથિયમ-આયન વેરિઅન્ટ 75 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે

બંને વેરિઅન્ટમાં કંપનીએ 1.2kW ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે, જે 1.8 kW નો પાવર અને 10.1 Nm નો ટોર્ક જનરેટ કરે છે

S1 Lite ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં સ્પ્રિંગ લોડેડ સસ્પેન્શન છે

ગ્રાફીન બેટરી વેરિઅન્ટનું વજન 101 કિગ્રા છે જ્યારે લિથિયમ વેરિઅન્ટ 82 કિગ્રા સાથે આવે છે

આ સ્કૂટરમાં સીટની નીચે 18 લિટર અંડરસીટ સ્ટોરેજ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, એલઇડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સ છે, આ સ્કૂટર કુલ 6 રંગોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે

કંપની આ સ્કૂટરને 1,499 રૂપિયાના સરળ માસિક હપ્તા (EMI) પર પણ ઉપલબ્ધ કરાવી રહી છે