જો તમે iPhone લવર છો તો તમારા માટે સારા સમાચાર છે. દમદાર ફિચર્સના કારણે એપલના ફોનનો માર્કેટમાં દબદબો છે. તેની કિંમત પણ સામાન્ય એન્ડ્રોઇડ ફોન કરતા વધારે છે.
આ જ કારણ છે કે લોકો આ ફોન ખરીદી શકતા નથી. આ દિવસોમાં iPhone 14 પર એક મોટી ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે, જેમાં તમે આ ફોનને ખૂબ જ સસ્તા ભાવે ખરીદી શકો છો.
આ તક તે લોકો માટે પરફેક્ટ છે, જેઓ ઘણા લાંબા સમયથી iPhone 14ની કિંમતમાં ઘટાડો થવાની રાહ જોઈ રહ્યા હતા.
ફ્લિપકાર્ટ પર આ ફોન અત્યારે 79 હજાર 900 રૂપિયામાં લિસ્ટેડ છે. આ સાથે જ ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકોને iPhone 14 પર EOSS સ્પેશિયલ ડીલ આપી રહ્યું છે.
હાલમાં iPhone 14ના 128GB મોડલ પર 26 ટકાનું ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફર સાથે, તમે તેને માત્ર 58 હજાર 999 રૂપિયામાં ખરીદી શકો છો.
આ સાથે જ જો તમે આ ફોન પર વધુ પૈસા બચાવવા માંગતા હોવ તો તમે એક્સચેન્જ ઓફરનો પણ લાભ ઉઠાવી છો.
ફિપકાર્ટ તેના ગ્રાહકોને iPhone 14 પર 50 હજાર રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપી રહ્યું છે. જો તમારો જૂનો ફોન સારી કન્ડિશનમાં છે તો તમે આ ઓફરની સંપૂર્ણ કિંમત પણ મેળવી શકો છો.
આ રીતે તમે માત્ર 8 હજાર રૂપિયામાં iPhone 14 ખરીદી શકશો. જો આપણે બેંક ઓફર્સ વિશે વાત કરીએ તો તમને Flipkart Axis Bank કાર્ડ પર 5 ટકા કેશબેક પણ મળશે.