તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો
ઘણીવાર લોકોના નામે ફેક SIM Card ચાલતા હોય છે અને તેમને તેની જાણકારી પણ નથી હોતી. તમારી સાથે પણ આવું થઈ શકે છે.
ખૂબ સરળતાથી તમે તમારા નામ પર ચાલતા SIM કાર્ડ વિશે જાણી શકો છો. આ પ્રક્રિયાને ખૂબ સરળ કરી દેવામાં આવી છે.
આ માટે તમારે સંચાર સાથી વેબસાઈટ https://sancharsaathi.gov.in/ પર જવાનું રહેશે. અહીં તમને ઘણી સર્વિસના વિકલ્પ મળશે.
અહીં તમારે TAFCOP ઓપ્શન પર જવાનું રહેશે. આ ઓપ્શન Know Your Mobile Connection નામથી ઉપલબ્ધ હોય છે.
તેના પર ક્લિક કરતા જ તમારા સામે નવું વેબ પેજ https://tafcop.sancharsaathi.gov.in/ આવી જશે.
અહીં તમારે 10 અંકનો મોબાઈલ નંબર દાખલ કરીને કેપ્ચા ભરવાની રહેશે. આ બાદ OTP આવશે, જેને તમારે સબમિટ કરવાનો રહેશે.
OTP સબમિટ કરતા જ સ્ક્રીન પર તમને તમામ નંબર દેખાશે. જે તમારા નામે ચાલી રહ્યા છે. અહીંથી તમે કોઈપણ નંબરને રિપોર્ટ પણ કરી શકો છો.
ધ્યાન રહે કે તમે જે નંબરથી લોગઈન કર્યું, તે નંબર સાથે જોડાયેલા કનેક્શન જ તમને દેખાશે. આ તમામમાં એક આધારકાર્ડનો ઉપયોગ થયો હશે.
જો તમે પોતાના પરિવારના કોઈ સદસ્યના નામ પર SIM લીધું છે, તો સ્ક્રીન પર દેખાતા બીજા નંબર પણ તેના નામ પર હશે.
श्वेता तिवारी की 8 अनदेखी तस्वीरें
5 jan 2023
Credit: श्वेता तिवारी/इंस्टा
Related Stories
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
Airtel નું સૌથી સસ્તું રિચાર્જ, અનલિમિટેડ કોલ અને 3GB ડેટા સાથે
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર