બાઈક નિર્માતા કંપની બજાજે ભારતીય માર્કેટમાં પહેલી CNG બાઈક લૉન્ચ કરી છે.
બાઈકમાં 125 CC એન્જિનની સાથે 2 લીટર પેટ્રોલની ટેન્ક અને 2 kg CNG સિલિન્ડર છે.
CNG સિલિન્ડર સીટની નીચે ફીટ કરવામાં આવ્યો છે. ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે આ બાઈક કેટલી સુરક્ષિત છે? સવાલ એ છે કે શું અકસ્માતના કિસ્સામાં સિલિન્ડર ફાટશે?
બજારમાં લૉન્ચ પહેલા બજાજે આ બાઈકને અકસ્માત અને મોટા વાહન સાથે અકસ્માતની સ્થિતિમાં શું થશે તેની જાણકારી આપી છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ બાઈકે ઈન્ડસ્ટ્રીના 11 સેફ્ટી ટેસ્ટને પાસ કર્યા છે.
સેફ્ટી ટેસ્ટ દરમિયાન બાઈકના ચારેય બાજુથી ટેસ્ટ કરવા આવ્યા છે. સીએનજી ટેન્કને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી.
કંપનીનો દાવો છે કે અકસ્માતની સ્થિતિમાં પણ આ બાઈકના CNG સિલિન્ડરની પોઝિશનમાં ફેરફાર નથી થતો.
એટલું જ નહીં કંપનીએ તેની સેફ્ટીની તપાસ માટે તેને ટ્રકની નીચે પણ કચડી નાખી.
બાઈકની કિંમતની વાત કરીએ તો કંપનીએ તેની કિંમત 95,000થી 1.10 લાખ (એક્સ-શોરૂમ)ની વચ્ચે રાખી છે.