Apple ની મોટી જાહેરાત, આ તારીખે થઈ શકે છે IOS 17 લોન્ચ  

Arrow

Apple એ  WWDC 2023ની જાહેરાત કરી દીધી છે, WWDC એટલે વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ. જેમાં કંપની મોટી જાહેરાત કરે છે.

Arrow

એપલની આ ઇવેંટ 5 જૂન થી 9 જૂન યોજાશે. ઇવેંટને લઈને કંપનીએ કોઈ મોટી જાહેરાત નથી કરી. પરંતુ આઅને લઈ ઘણા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

Arrow

આ ઇવેન્ટમાં, કંપની iOS 17, iPad OS 17, MacOS 14, એક નવો Mac Pro અને Mix Reality હેડસેટ લોન્ચ કરી શકે છે. એપલે તેનું પોસ્ટર રિલીઝ કર્યું છે.

Arrow

પોસ્ટર ઇવેન્ટ વિશે વધુ જણાવતું નથી. Appleએ પણ સત્તાવાર રીતે કોઈ પ્રોડક્ટ વિશે કોઈ માહિતી આપી નથી, પરંતુ તેનાથી સંબંધિત ઘણા લીક રિપોર્ટ્સ ચોક્કસપણે આવી રહ્યા છે.

Arrow

Apple આ ઇવેન્ટમાં તેનો લેટેસ્ટ સોફ્ટવેર પોર્ટફોલિયો લોન્ચ કરી શકે છે. આ iPhone માટે iOS 17 થી PC માટે MacOS  પણ હોય શકે છે 

Arrow

આ સિવાય કંપની મેક પ્રોનું અપડેટેડ વર્ઝન પણ લોન્ચ કરી શકે છે. તેમાં એપલ સિલિકોન ચિપ આપી શકે છે. જોકે, ડિઝાઇનમાં વધુ ફેરફારો કરવામાં આવશે નહીં.

Arrow

 કંપની  પોતાનો પહેલો મિક્સ્ડ રિયાલિટી હેડસેટ લોન્ચ કરી શકે છે જેમાં,  ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી બંને ફીચર મળશે. 

Arrow

રિપોર્ટ મુજબ આ હેડસેટ એક્સટર્નલ બેટરી પેક સાથે આવશે, જેને યુઝર્સ પોતાની કમર પર પહેરી શકશે. તેમાં 4K Micro-OLED ડિસ્પ્લે મળશે.

Arrow
વધુ વાંચો