કટિંગ એઝ ટેકનોલોજી... જબરજસ્ત ફીચર્સ! સામે આવી નવી 'Creta'

Hyudai Creataની લોન્ચની તારીખ અને નવી તસવીરો સામે આવી રહી છે. કંપની તેને 16 જાન્યુઆરીએ લોન્ચ કરશે.

જેમાં નવી કારને કટિંગ એડ્જ ટેકનોલોજી પર શાનદાર લૂક અપાયો છે. કારમાં LED લાઈટ્સનો ભરપૂર ઉપયોગ કરાયો છે.

કારની બહારની ડિઝાઈનમાં ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યા છે.

નવી કારમાં ક્રોમ, બ્રશ એલ્યુમિનિયમ, LED લાાઈટિંગનું સારું મિશ્રણ જોવા મળે છે. તેમાં ચારેય ખુણા પર ઊંધા L શેપની લાઈટ છે.

નવી ક્રેટામાં ટેલ ગેટ સાથે પહોળો ઓલ LED લાઈટિંગ બાર આપવામાં આવી છે. 

સાઈડ પ્રોફાઈલની વાત કરીએ તો વેરિએન્ટના આધારે 17-18 ઈંચ વ્હીલ વિકલ્પો સાથે નવા એલોય વ્હીલ અપાયા છે.

ઈન્ટીરીયરમાં 10.25 ઈંચ કનેક્ટેડ સ્ક્રીન, ડેશ અને એસી વેન્ટ્સમાં ફેરફાર કરાયા છે. 

નવી ક્રેટામાં 1.5 લીટર કપ્પા ટર્બો GDI પેટ્રોલ, 1.5 લીટર MPI પેટ્રોલ અને 1.5 લીટર U2 CRDI ડીઝલ એન્જીન મળશે.

લગ્ન પહેલા દુલ્હા-દુલ્હને રમી ફૂટબોલ મેચ, જિમવિયરમાં છવાઈ આમિરની દીકરી 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો