Appleએ ઘટાડી iPhone 14, iPhone 13ની કિંમત, જાણો હવે કેટલામાં મળશે

Apple iPhone 15 સીરીઝ ભારતમાં લોન્ચ થતા જ એપલના ઘણા જૂના ફોન્સની કિંમત ઘટાડી દેવામાં આવી છે.

કંપનીએ iPhone 14, iPhone 14 પ્લસ અને iPhone 13ની કિંમત 10 હજાર સુધી ઘટાડી દીધી છે.

iPhone 14 સસ્તો થયો iPhone 14 સીરીઝનું 128 GB વેરિયન્ટ 69,900 રૂપિયામાં મલશે જે પહેલા 79,900માં મળતું હતું.

iPhone 14ના ટોપ વેરિયન્ટની કિંમત 1,09,000થી ઘટીને 99,900 રૂપિયા થઈ છે. આ કિંમત 512 GB સ્ટોરેજ વેરિયન્ટની છે.

iPhone 14 Plusની વાત કરીએ તો 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 89,900થી ઘટીને 79,900 થઈ ગઈ છે.

iPhone 13ની કિંમત ઘટીને 128 GB સ્ટોરેજ વેરિયન્ટ હવે 59,900 રૂપિયામાં મળશે, પહેલા તે 69,900માં મળતો હતો.

વધતી ઉંમરથી ડરી કરીના, ઘરડા થવાથી લાગી રહ્યો છે ડર? બોલી- ફિલ્ટર્સના પાછળ... 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો