સુરતની કંપનીએ વેસ્ટ માંથી બનાવ્યું સુપર બેસ્ટ, પ્લાસ્ટિકની બોટલના ઉપયોગથી બનાવ્યા કપડાં

Arrow

આજના સમયમાં મોટાભાગના લોકો ઠંડુપીણું કે પાણી માટે પ્લાસ્ટિકની બોટલનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલ હોવાથી તે પર્યાવરણને ખૂબ નુકશાન પહોંચાડે છે.

Arrow

ત્યારે સુરતની એક કંપનીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને રીસાયકલ કરી અને વેસ્ટ માંઠી બેસ્ટ બનાવવાનો રસ્તો શોધી કાઢ્યો

Arrow

સુરતમાં છેલ્લા 5 વર્ષથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલને રિસેકલિંગ કરી અને યાન બનાવવામાં આવે  છે. જેમાંથી વિવિધ પ્રકારના વસ્ત્રો પણ બનાવવામાં આવે છે.

Arrow

હવે સુરત ભારતમાં બીજા નંબરનું સૌથી વધુ ઇકો ફ્રેન્ડલી યાર્ન બનાવતુ શહેર બન્યું છે.  ત્યારે પ્લાસ્ટિક માંઠી બનાવવામાં આવતા યાર્નની માંગ વધી રહી છે.

Arrow

સુરતની ત્રણ કંપની આ યાર્ન બનાવે છે. જે ડર વર્ષે 600 કરોડથી વધુ પ્લાસ્ટિકની બોટલ ક્રશ કરી અને 1,56,000 ટન ફાયબર બનાવે છે.

Arrow

પ્લાસ્ટિકની બોટલમાંથી ફ્લેક્સ બનાવવામાં આવે છે અને ત્યાર બાદ તેમાંથી યાર્ન બનાવવામાં આવે છે. જેમાં પાણીનો ઉપયોગ થતો નથી. આ યાર્નની વિદેશમાં પણ ખૂબ જ માંગ છે.

Arrow

આ કંપની સુરતમા પ્લાસ્ટિક બોટલ માંથી  મહિનામાં પાંચ હજારથી વધુ ટન ફાયબર પ્રોડકશન કરે છે. ત્માથી કપડાં અને હોમ ફર્નિશિંગનું કાપડ, બાઇક અને કારના કવરના કાપડ બનાવવા પણ ઉપયોગી બને  છે.

Arrow