23 Feb 2024
Credit: Twitter
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની શરૂઆત પહેલા, બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી
આ સમારોહમાં શાહરૂખ ખાન, કાર્તિક આર્યન, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, શાહિદ કપૂર અને ટાઈગર શ્રોફ જેવા બોલિવૂડ સ્ટાર્સે પરફોર્મ કર્યું
સમારોહની શરૂઆત કાર્તિક આર્યનના પરફોર્મન્સથી થઈ હતી. કાર્તિકે 'કોકા કોલા તુ...' ગીતો પર ડાન્સ કર્યો હતો
ત્યારબાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઈગર શ્રોફે પણ હજારો ચાહકોને પોતાના ડાન્સથી નાચવા મજબૂર કરી દીધા
ઓપનિંગ સેરેમનીમાં વરુણ ધવન અને શાહિદ કપૂરનું પર્ફોર્મન્સ પણ ખૂબ જ પ્રભાવશાળી હતું
સમારોહના અંતે, કિંગ ખાને સ્ટેજ પર જબરદસ્ત પરફોર્મ કર્યું હતું
મહિલા પ્રીમિયર લીગ 2024માં 5 ટીમો ભાગ લઈ રહી છે
પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે