41 વર્ષની ઉંમરે પણ સિંગલ છે આ ભારતીય મહિલા ક્રિકેટર

મિતાલી રાજઃ મિતાલી રાજનું નામ ભારતના મોટા ક્રિકેટરોમાં લેવામાં આવે છે. તેમણે બે દાયકાથી વધુ સમય સુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

મિતાલી રાજે 24 વર્ષના ક્રિકેટર કરિયરમાં રનોનો અંબાર લગાવ્યો છે. તેમણે સાબિત કર્યું છે કે છોકરીઓ પણ મોટા મુકામ પર પહોંચી શકે છે.

તેમણે તેમના કરિયરમાં 12 ટેસ્ટ, 232 વનડે અને 89 ટી-20 મેચોમાં ક્રમશઃ 699,7805 અને 2364 રન બનાવ્યા છે.

મિતાલી રાજે તેમના કરિયરની શરૂઆત વર્ષ 1999થી કરી હતી. તેમણે લાંબા સમય સુધી ભારત માટે રમ્યા બાદ 2022માં ક્રિકેટને અલવિદા કહ્યું.

તેમનો જન્મ 3 ડિસેમ્બર 1982ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેઓ આજની દરેક યુવતીઓ માટે પ્રેરણારૂપ છે.

જોકે, 41 વર્ષની ઉંમર થાવા છતાં મિતાલી રાજે અત્યાર સુધી લગ્ન કર્યા નથી. તેમણે આની પાછળનું કારણ પણ જણાવ્યું છે.

તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, લગ્ન માટે ટાઈમ રેડી છે અને હું પણ તૈયાર છું, બસ હું સારા પાર્ટનરની રાહ જોઈ રહી છું.

તેઓેએ કહ્યું હતું કે, હું કોઈ એવા શખ્સ સાથે લગ્ન કરવા માગું છું, જે મને સમર્થન આપે અને હું જેવી છું એવી જ મને સ્વીકારે.

ગંભીર સાથે લડીને શ્રીસંતને મોટું 'નુકસાન', કમિશનરે પકડાવી નોટિસ! 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો