સોની-Jio પર નહીં... આ ચેનલ પર દેખાશે T20 વર્લ્ડકપ, અહીં એકદમ FREE જુઓ
5 jan 2023
ICC મેન્સ ટી-20 વર્લ્ડકપ 2 જૂનથી લઈને 29 જૂન સુધી USA અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.
ટી-20 વર્લ્ડકપનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર નહીં થાય. સાથે સોની કે જિયો સિનેમા પર પણ તેનું સ્ટ્રીમિંગ નહીં થાય.
જણાવી દઈએ કે ટી20 વર્લ્ડકપની તમામ મેચનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક કરશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે ટી20 WCના પ્રસારણનો અધિકાર છે.
તો મોબાલઈ યુઝર્સ ડિઝ્ની+ હોટસ્ટાર એપ અને ડેસ્કટોપ યુઝર્સ hotstar.com પર લોગ-ઈન કરીને મેચ જોઈ શકશે.
ડિઝ્ની + હોટસ્ટાર એર પર મેચોની સ્ટ્રીમિંગ ફ્રીમાં થશે. વર્લ્ડકપની મચ ભારતીય સમય મુજબ સવારે 5, 6, 8 વાગ્યે, રાત્રે 8, 9, 10:30 અને 12:30 વાગ્યે શરૂ થશે.
ફેન્સ માટે સારી ખબર એ છે કે ટીમ ઈન્ડિયાની ચારેય ગ્રુપ મેચો ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા 5 જૂને આયર્લેન્ડ સામેથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.