5 june 2024
T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામેની મેચથી કરી રહી છે.
બંને ટીમો વચ્ચેની આ મેચ ન્યૂયોર્ક નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાવાની છે.
આ મેચ દરમિયાન ચાહકો હવામાન પર પણ નજર રાખશે. ચાહકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે જો મેચ વરસાદથી પ્રભાવિત થશે તો શું થશે?
તમને જણાવી દઈએ કે જો આ મેચનું પરિણામ વરસાદના કારણે બહાર નહીં આવે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે.
જોકે સારી વાત એ છે કે વરસાદની કોઈ શક્યતા નથી. જો કે મેચ દરમિયાન આકાશ વાદળછાયું રહી શકે છે.
મેચ દરમિયાન તાપમાન 21 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. ભારતીય ચાહકો ઇચ્છતા નથી કે આયર્લેન્ડ સામેની મેચ વરસાદથી પ્રભાવિત થાય.
ભારત અને આયર્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 7 T20 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ તમામ મેચ જીતી છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.
રિર્ઝવ: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન