'દુશ્મન'ને ગળે લાગ્યો કોહલી... ગંભીરે કહ્યું- દરેક ખેલાડીને ઈજ્જતની લડાઈનો હક

વર્લ્ડકપ 2023માં બુધવારે ભારતે પોતાની બીજી મેચમાં અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવી દીધું.

દિલ્હીમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલી અને અફઘાની બોલર નવીન ઉલ હક બંનેએ દુશ્મની ખતમ કરી અને ગળે મળ્યા.

હકીકતમાં IPL 2023માં કોહલી અને નવીન મેદાન વચ્ચે બાખડ્યા હતા, જેનો વીડિયો વાઈરલ થયો હતો.

જે IPL મેચમાં કોહલી-નવીનની લડાઈ થઈ હતી, તે મેચમાં પૂર્વ ભારતીય દિગ્ગજ ગૌતમ ગંભીરની પણ કોહલી સાથે જીભાજોડી થઈ હતી.

હવે વર્લ્ડકપમાં કોહલી અને નવીને આ દુશ્મની ખતમ કરી નાખી છે અને બંનેએ ગળે મળીને હસીને વાત કરી છે.

દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા ગૌતમ ગંભીરે કહ્યું- ખેલાડીઓ વચ્ચે લડાઈ માત્ર મેદાનમાં થાય છે, તેની બહાર નહીં.

 પૂર્વ ઓપનર ગંભીરે કહ્યું- દરેક ખેલાડીનું કર્તવ્ય છે પોતાની ટીમ, પોતાની ઈજ્જત અને જીત માટે લડવાનો. પછી તે કોઈપણ ખેલાડી હોય.

ગંભીરે કહ્યું- હું દર્શકોને પણ કહેવા માંગીશ કે કોઈ ખેલાડીને ચીઢાવવા અથવા તેને અલગ-અલગ નામથી બોલાવવાની જરૂર નથી.

ગજબ! અમદાવાદીએ બનાવી રામરાજ્ય પાઘડી, અંદર રામ મંદિર, ચંદ્રયાન દેખાયા

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો