એકબીજાની આંખોમાં આંખો પરોવી વિરાટ-અનુષ્કા રોમાન્ટિક થયા, પછી કેમેરામાં આપ્યા પોઝ

ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી જલ્દી જ IPLમાં રમતા જોવા મળશે.

કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)  માટે રમશે અને IPLની શરૂઆત 31 માર્ચથી થવાની છે. 

IPL પહેલા વિરાટ કોહલી નવા લૂકમાં જોવા મળ્યો છે, તેણે પોતાની હેર સ્ટાઈલ બદલી છે.

નવા લૂકમાં કોહલી પત્ની અનુષ્કા સાથે મુંબઈમાં એક સ્પોર્ટ્સ એવોર્ડ પ્રેગ્રામમાં જોવા મળ્યો.

કોહલીએ બ્લેક શૂટ અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પર્પલ ડ્રેસ પહેર્યો હતો.

કોહલી-અનુષ્કાના વીડિયો અને ફોટો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેમની ટ્યુનિંગ દેખાઈ રહી છે.

RCBએ પણ બંનેના કેટલાક ફોટો શેર કર્યા છે અને તેમને 'પાવર કપલ' બતાવ્યા છે.

વધુ વાંચો