મેદાન પર દેખાઈ કોહલી-ગાંગુલીની ખટાશ, મેચ બાદ બંનેએ ના મિલાવ્યો હાથ, જુઓ VIDEO

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને રોમાચંક મેચમાં 23 રને હરાવી દીધું.

આ મેચમાં વિરાટ કોહલીએ 50 રનની શાનદાર ઈનિંગ્સ રમી. મેચ બાદ કોહલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં મેચ બાદ કોહલી અને દિલ્હીના ડાયરેક્ટર સૌરવ ગાંગુલી હાથ નથી મિલાવતા.

અન્ય એક વીડિયોમાં કોહલી કેચ લીધા બાદ દિલ્હીના ડગઆઉટ તરફ તાકી રહ્યો છે.

ગાંગુલી સાથે કોહલીના મતભેદ તે સમયે સામે આવ્યા, જ્યારે તેણે ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી હતી.

ગાંગુલીએ કહ્યું હતું કે વિરાટને કેપ્ટનશિપ ન છોડવા કહેવાયું હતું. જ્યારે કોહલીએ કહ્યું હતું, મને આવું કોઈએ નથી કીધું.