ICC ODI World Cup 2023: વર્લ્ડકપમાં છેલ્લીવાર દેખાશે આ 6 ખેલાડી, 3 ભારતીય

ICC વન-ડે વર્લ્ડકપ 2023ની શરૂઆત આગામી 5મી ઓક્ટોબરથી થઈ રહી છે, જ્યારે ફાઈનલ 19 નવેમ્બરે રમાશે.

આ વર્લ્ડકપમાં ઘણા મોટા ખેલાડી રમવા ઉતરશે, જેમાંના 6 ખેલાડીઓનો આ છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે.

રોહિત શર્મા 36 વર્ષનો થઈ ચૂક્યો છે. આગામી વર્લ્ડકપ સુધીમાં તેની ઉંમર 40ની થઈ જશે. એવામાં ત્યાં સુધી તે વર્લ્ડકપમાં નહીં જોવા મળે.

રવિચંદ્રન અશ્વિન 37 વર્ષનો થઈ ગયો છે. વર્લ્ડકપમાં સિલેક્ટ થયા બાદ તેણે કહ્યું- આ મારો છેલ્લો વર્લ્ડકપ રહેશે.

વિરાટ કોહલી થોડા સમયમાં 35 વર્ષનો થઈ જશે. જોકે આગામી વર્લ્ડકપને હજુ 4 વર્ષ લાગશે. એવામાં આ તેનો છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે.

ડેવિડ વોર્નરે પહેલા જ વર્લ્ડકપ બાદ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. વોર્નર 27 ઓક્ટોબરે 37 વર્ષનો થઈ જશે.

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે વર્લ્ડકપ માટે નિવૃત્તિ પાછી ખેંચી છે. વર્લ્ડકપ બાદ તે ફરી ODIમાંથી નિવૃત્તિ લઈ શકે.

36 વર્ષનો શાકિબ હસને વર્લ્ડકપ બાદ સંન્યાસના સંકેત આપેલા છે. એવામાં આ તેનો છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે.

ભારતમાં પાકિસ્તાની ખેલાડીઓની થઈ રહી છે મહેમાનગતિ, Dinnerનો વીડિયો વાઈરલ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો