IPL 2008ની વિજેતા ટીમને 5 કરોડથી ઓછી ઈનામી રકમ મળી હતી, છેલ્લા 15 વર્ષમાં વધી આટલી રકમ
IPL 2023નું ટાઈટલ જીતનાર ટીમને 20 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ગત વર્ષે આટલી જ રકમ વિજેતા ટીમને આપવામાં આવી હતી.
IPL વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ છે. તમામ ખેલાડીઓ આમાં ભાગ લેવા માંગે છે. IPLમાં વિજેતા ટીમને જેટલી ઈનામી રકમ આપવામાં આવે છે તેટલી વિશ્વની અન્ય કોઈ ક્રિકેટ લીગમાં આપવામાં આવી નથી.
IPL ની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. પ્રથમ સિઝનનો ખિતાબ રાજસ્થાન રોયલ્સે જીત્યો હતો. ત્યારબાદ પ્રાઇઝ રાઉન્ડમાં વિજેતા ટીમને 4 કરોડ 80 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
વર્ષ 2010માં IPL ની ઈનામી રકમમાં વધારો કરવામાં આવ્યો હતો.ટાઈટલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સને 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે રનર્સ અપને 5 કરોડ રૂપિયા મળ્યા હતા.
વર્ષ 2014માં IPLની ઈનામી રકમમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. IPLની ફાઈનલ જીતનારી ટીમને ઈનામી રકમ તરીકે 15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે રનર્સ અપને 10 કરોડ રૂપિયા મળ્યા હતા.
IPL 2016 ની ઈનામી રકમમાં બમ્પર વધારો કરાયો હતો. ટાઈટલ જીતનાર ટીમને 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા જ્યારે હારનાર ટીમને 11 કરોડ રૂપિયા ઈનામી તરીકે આપવામાં આવ્યા હતા.
IPL ના ઈતિહાસમાં વર્ષ 2020 એવું હતું જ્યારે આઈપીએલની ઈનામી રકમમાં કાપ મુકવામાં આવ્યો હતો. ટાઈટલ જીતનાર ટીમને ઈનામી રકમ તરીકે માત્ર 10 કરોડ રૂપિયા મળ્યા જ્યારે રનર્સ અપને 6.25 કરોડ રૂપિયા
વર્ષ 2021માં IPLની ઈનામી રકમ વધારીને 20 કરોડ રૂપિયા કરવામાં આવી હતી જ્યારે રનર્સ અપને 12.5 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે આપવામાં આવ્યા હતા.