એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા  

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા ઘણી મુશ્કેલ માનવામાં આવે છે. આ પરીક્ષાને પાસ કરવા માટે કલાકો સુધી અભ્યાસ કરવો પડે છે.

ભારતીય ક્રિકેટર્સ વિશે અવારનવાર એવું કહેવામાં આવે છે કે તેઓ ઓછા ભણેલા હોય છે, પરંતુ કેટલાક ખેલાડીઓ આ બાબતમાં ઘણા આગળ રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અમય ખુરાસિયાએ પણ UPSCની પરીક્ષા પાસ કરી હતી.

ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરતા પહેલા જ અમય ખુરાસિયાએ એક્ઝામ પાસ કરી લીધી હતી.

સિવિલ સર્વિસમાં શાનદાર કરિયર હોવા છતાં આ ખેલાડીએ પોતાના જૂનૂનને પસંદ કર્યું.

અમય ખેલાડી તરીકે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સહેવાગ સાથે ક્રિકેટ રમી ચૂક્યા છે.  

મધ્ય પ્રદેશના આ ક્રિકેટરે કૂલ 12 વનડે મેચ જ રમી, જેમાં 13.55 ની સરેરાશથી કુલ 149 રન બનાવ્યા. તેમના નામે એક અડધી સદી પણ છે.  

અમય ખુરાસિયાએ રજત પાટીદાર અને બોલર આવેશ ખાનને પણ ટ્રેનિંગ આપી છે.

પૂર્વ ક્રિકેટર અમય મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ક્રિકેટ એકેડમી પણ ચલાવે છે.