ટીમ ઈન્ડિયાના સિલેક્ટર અજીત અગરકર મિત્રની બહેન પર થયા હતા ફિદા, ફિલ્મી છે લવ સ્ટોરી

અજીત અગરકર હવે ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર બની ગયા છે, BCCIએ તેમની નિયુક્તિ કરી છે.

પૂર્વ ઝડપી બોલર અજીત અગરકરની લવ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી.

અજીતને મિત્રની બહેન ફાતિમા ઘડિયાલી સાથે પ્રેમ થયો અને તેમણે 9 ફેબ્રુઆરી 2002ના રોજ લગ્ન કરી લીધા.

ફાતિમાનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો અને તે એક એજ્યુકેશનિસ્ટ છે.

તે મુંબઈમાં એજ્યુકેશનલ મેનેજમેન્ટ સર્વિસ કંપનીના કો-ફાઉન્ડર છે.

વર્ષ 2000માં અજીત અગરકરની ફાતિમા સાથે મુંબઈમાં મુલાકાત થઈ હતી, જેમાં મઝહર ઘડિયાલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

45 વર્ષના અજીત અગરકર અને ફાતિમા ઘડિયાલીનો એક દીકરો છે, જેનું નામ રાજ છે.