31 MAY 2024
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થઈ રહ્યો છે
આ વખતે T20 વર્લ્ડ કપ 2024માં પણ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે
કેરેબિયન ધરતી પર ઓપનિંગ સેરેમની ગુયાના નેશનલ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને પાપુઆ ન્યુ ગિની વચ્ચેની મેચ પહેલા થશે
ભારતીય સમય અનુસાર કેરેબિયન ધરતી પર સેરેમની સમારોહ 2 જૂને સાંજે 6 વાગ્યે શરૂ થશે
સિંગર ડેવિડ રુડર, સંગીતકાર રવિ બિસંભર અને ગીતકાર ઈરફાન આલ્વેસ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે
સિંગર ડીજે અન્ના અને અલ્ટ્રા સિમ્મો પણ શાનદાર પરફોર્મન્સ આપશે, આ તમામ કલાકારો ટ્રિનિદાદના છે
અમેરિકામાં ઓપનિંગ સેરેમની 2 જૂને યુએસએ અને કેનેડા વચ્ચેની ઓપનિંગ મેચ પહેલા થશે
ઉદઘાટન સમારોહ ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં યોજાશે, જો કે તેમાં કયા કલાકારો ભાગ લેશે તેની વિગતો બહાર આવી નથી
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ સામેની મેચથી કરશે