16 june 2024
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તે સુપર 8માં પહોંચી ગઈ છે
આ T20 વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું છે.
હાર્દિક પંડ્યાએ અત્યાર સુધીમાં ત્રણ મેચમાં 9.28ની શાનદાર એવરેજથી 7 વિકેટ લીધી છે.
હાર્દિક પંડ્યા તાજેતરના દિવસોમાં તેની અંગત જીવનને કારણે પણ ચર્ચામાં છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર નથી.
કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંને છૂટાછેડા લઈ શકે છે, જોકે, ગુજરાત તક આ વાતની પુષ્ટિ કરતું નથી
એવામાં હાર્દિક પંડ્યાએ ફાધર્સ ડે (16 જૂન)ના અવસર પર એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં હાર્દિક અને તેના પુત્ર અગસ્ત્ય વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહ્યું છે
આ વીડિયો ક્લિપ્સ જૂની છે. જોકે, વીડિયોમાં હાર્દિકની પત્ની નતાશા જોવા મળી રહી નથી
હાર્દિકે કેપ્શનમાં લખ્યું, 'મારા જીવનમાં આટલો પ્રેમ અને ખુશીઓ લાવવા બદલ આભાર. હું તને મારા હૃદયથી પ્રેમ કરું છું અને હંમેશા ગૌરવપૂર્ણ પિતા બનીશ
સર્બિયન મોડલ નતાશા અને હાર્દિક પંડ્યાએ 13 ફેબ્રુઆરી 2020ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા