2007: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતે જીત્યો પહેલો T20 વર્લ્ડ કપ. આ સમયે જર્સી લાઈટ બ્લૂ કલરની હતી.
2009: ભારતીય ટીમે નેવી બ્લૂ કલરની જર્સી પહેરી હતી. જેમાં ઓરેન્જ પટ્ટીઓ જોવા મળી હતી.
2010: અગાઉના વર્લ્ડ કપમાં જે જર્સી હતી એવી જ જોવા મળી હતી. પરંતુ આ સમયે ત્રિરંગાની પેટર્ન આકર્ષક જોવા મળી હતી.
2012: આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે વનડે વર્લ્ડ કપમાં પહેરેલી જર્સી જ રાખી હતી. જે ડાર્ક સ્કાય કલરની જર્સી હતી.
2014: ભારતે આ વર્લ્ડ કપમાં ડાર્ક બ્લૂ શેડ્સ સાથે લાઈટ બ્લૂ કલર કોમ્બિનેશનની જર્સી પહેરી હતી. જોકે આ વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી પહોંચ્યા પછી ભારતીય ટીમની હાર થઈ ગઈ હતી.
2016: આ વર્લ્ડ કપની જર્સીમાં બ્લૂ અને લાલ-નારંગ સ્ટ્રીપ્સ સાથે જર્સી જોવા મળી હતી. તેમાં પેટર્ન પણ સારી હતી, પરંતુ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગઈ હતી.
2021: ગત વર્ષે આયોજિત વર્લ્ડ કપમાં ભારતીય ટીમે બિલિયન ચિયર્સ જર્સી પહેરી હતી. જેમાં ટીમને ચિયર કરતી વેવ્સ દોરવામાં આવી હતી. જેનો કલર ડાર્ક બ્લૂ હતો.
2022: આ વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમ નવી જર્સી લોન્ચ કરવા જઈ રહી છે. જેનું ટિઝર બહાર આવ્યું છે એમા રોહિત શર્મા અને હાર્દિક આછા વાદળી કલરની જર્સી પહેરી હોય એવું જોવા મળે છે. જેના પર જેકેટ છે.