પંતની તબિયત પૂછવા પહોંચ્યા સુરેશ રૈના હરભજન સિંહ અનેશ્રીસંત, ચાહકો થઈ ગયા આશ્ચર્ય ચકિત
હરભજન સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છે, જેમાં ભજ્જીએ પંતને ગળે લગાડતી તસવીર પણ શેર કરી છે
હરભજન સિંહે પંતને મળ્યા બાદ ટ્વીટ કર્યું હતું કે જીતની કહાની, વિશ્વાસ કરો અને જાણો કે તમારી અંદર કંઈક એવું છે જે કોઈપણ કરતાં મોટું છે, તમે મુશ્કેલીઓનો સામનો કરો છો. નાના ભાઈને જોઈને આનંદ થયો.
પંતના થોડા દિવસો પહેલા યુવરાજ સિંહ પણ મળવા પહોંચ્યો હતો, ત્યારબાદ તેણે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રિષભ પંતનો કાર અકસ્માત થયો હતો, જેના કારણે તેને ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડ્યું હતું.
પંત હવે તે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેણે ચાલવાનું પણ શરૂ કરી દીધું છે.