સાઉથ આફ્રિકાના રામભક્ત ક્રિકેટરે શેર કર્યો વીડિયો... પ્રાણ પ્રતિષ્ઠા પર કહી આ વાત

અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સોમવારે થશે, જેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.

સચિન ટેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી સહિત ઘણા ક્રિકેટર્સને સમારોહ માટે આમંત્રણ અપાયું છે.

આ વચ્ચે સાઉથ આફ્રિકન ટીમના સ્ટાર ક્રિકેટર કેશવ મહારાજે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એક વીડિયો મેસેજ શેર કર્યો છે.

કેશવ પોતે રામભક્ત છે અને પોતાના બેટ પર ઓમ લખાવીને રમે છે. પોતાની પોસ્ટમાં ઘણીવાર તે જય શ્રીરામ લખે છે.

આ વચ્ચે કેશવ મહારાજે વીડિયો મેસેજ દ્વારા પોતાના દેશ તરફથી ભારતીયોને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની શુભકામના આપી છે.

કેશવે હાલમાં કહ્યું કે તે SA20 લીગના કારણે પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહીં થાય, પરંતુ ક્યારેક અયોધ્યા જરૂર જશે.

આ પહેલા પણ ભારત સામેની મેચમાં કેશવ મહારાજ બેટિંગ કરવા ઉતર્યો ત્યારે 'રામ સીયા રામ' ગીત વાગ્યું હતું.

ભારતીય ટેનિસ સ્ટાર Sania Mirza જાણો કેટલા કરોડની છે માલકિન 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો