સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના થશે છૂટાછેડા!, ટેનિસ સ્ટારે આપ્યા સંકેત

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શોએબ મલિકના સંબંધોમાં તણાવ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

બે દિવસ અગાઉ જ સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પરથી શોએબ સાથેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે.

બુધવારે ટેનિસ સ્ટારે લગ્ન અને છૂટાછેડાને લગતી એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે. જે બાદ એવી અટકળો છે કે તેમના છૂટાછેડાના સમાચાર કન્ફોર્મ છે.

જોકે, બંને ખેલાડીઓએ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે બંને લાંબા સમયથી અલગ છે.

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના 12 અપ્રિલ 2010ના રોજ લગ્ન થયા હતા. તે સમયે બંને લવ સ્ટોરીના કારણે ચર્ચામાં હતા.

આ પછી 2018માં તેઓ એક દીકરાના માતા-પિતા બન્યા હતા. બંને અવારનવાર દીકરા સાથેની તસવીરો પોસ્ટ કરતા રહે છે.

પરંતુ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની નવી ઈન્સ્ટા સ્ટોરીએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખવામાં આવ્યું છે કે, Marriage is Hard, Divorce is Hard…Choose Your Hard. આમાં બીજી પણ ઘણી વાતો લખવામાં આવી છે.  

જોકે, છુટાછેડાને લઈને બંને દ્વારા કોઈ ચોક્કસ નિવેદન આપવામાં આવ્યું નથી.

UPSCના ઈતિહાસમાં આ IAS અધિકારીને મળ્યા સૌથી વધારે માર્કસ, કોઈ નથી તોડી શક્યું રેકોર્ડ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો