વર્લ્ડકપમાં હાર બાદ એક્શન... રોહિતના ભવિષ્ય પર થશે નિર્ણય, છીનવાઈ શકે છે કેપ્ટનશીપ
ICC વન-ડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર મળી હતી.
આ હાર બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) હવે એક્શનની તૈયારીમાં છે અને રોહિત શર્મા સાથે મીટિંગ કરશે.
રિપોર્ટ્સ મુજબ BCCI રોહિત સાથે મીટિંગમાં વન-ડે ક્રિકેટ અને ભારતીય ટીમના ભવિષ્ય પર મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.
આ મીટિંગમાં ચીફ સેલેક્ટર અજીત અગરકર પણ હશે અને મીટિંગમાં આગામી 4 વર્ષના પ્લાન અને વન-ડેમાં ટીમ ઈન્ડિયાના ભવિષ્ય પર ચર્ચા થશે.
સાથે રોહિતને પૂછી શકાય છે કે તે વન-ડે ક્રિકેટમાં કેપ્ટનશીપ અને પોતાના ભવિષ્ય પર શું મંતવ્ય ધરાવે છે.
રોહિત 4 વર્ષ યોજાનારા વન-ડે વર્લ્ડકપ સુધી 40 વર્ષનો થઈ જશે. ઉપરાંત પાકિસ્તાનમાં 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ છે.
ભારતે આગામી વર્ષે માત્ર 6 વન-ડે રમવાની છે, જેમાં કેપ્ટન તરીકે કે.એલ રાહુલ, શ્રેયસ અય્યર અને શુભમન ગિલના નામની ચર્ચા છે.
આ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડરે કરી સગાઈ... સામે આવી તસવીરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!