30 APR 2024
રોહિત શર્માનો આજે જન્મદિવસ છે, આજે તેમને 37 વર્ષ પૂર્ણ થયા છે, જેના બર્થ ડેની પાર્ટીના ફોટો સામે આવ્યા છે
રોહિત શર્માએ પોતાના 37માં જન્મદિવસ પર એક નાની પાર્ટી આપી હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા
જોકે, રોહિત શર્માની આ બર્થ ડે પાર્ટીમાં હાર્દિક પંડ્યા જોવા મળ્યો ન હતો.
રોહિત શર્માની બર્થ-ડે પાર્ટીમાંથી સામે આવેલી તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યારે તેણે કેક કાપી ત્યારે સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની ત્યાં હાજર હતા
રોહિત શર્માના જન્મદિવસની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેને તેના ફેન્સે શેર કરી છે.
બર્થડે પાર્ટી દરમિયાન રોહિત તેની પત્ની રિતિકાને ગળે લગાવતો અને તેના કપાળ પર કિસ કરતો જોવા મળ્યો હતો.
રોહિત શર્મા તેના 37માં જન્મદિવસ પર લખનઉ સુપર જાયન્ટ્સ સામે મેચ રમાય રહી છે, આજે ખાસ દિવસનો અંત જીત સાથે કરવા માંગશે
મુંબઈ ઈન્ડિયન્સે પણ એક વીડિયો શેર કરીને રોહિતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
DnLH89prrzL0RxiV
DnLH89prrzL0RxiV