5 છગ્ગા માર્યા બાદ રિંકુ સિંહે યશ દયાલને મોકલ્યો હતો મેસેજ, ક્રિકેટરે પોતે કર્યો ખુલાસો

અમદાવાદમાં GT vs KKRની મેચ આ સીઝનની સૌથી રોમાંચક મેચોમાંથી એક છે.

મેચની બીજી ઈનિંગ્સમાં 5 છગ્ગા મારીને KKRને જીત અપાવનાર રિંકુ સિંહ દેશભરમાં ચર્ચામાં આવ્યો હતો.

રિંકુ સિંહના વખાણ તમામ વર્તમાન અને પૂર્વ ક્રિકેટ ખેલાડીઓ કરી રહ્યા છે.

આ વચ્ચે હવે રિંકુ સિંહે જણાવ્યું છે કે મેચમાં 5 છગ્ગા માર્યા બાદ તેણે બોલર યશ દયાલને મેસેજ કર્યો હતો.

રિંકુએ મેસેજમાં લખ્યું હતું, ક્રિકેટમાં આવું થાય છે, તે પાછલા વર્ષે સારું પ્રદર્શન કર્યું હતું.

રિંકુ કહે છે, મેં માત્ર તેને થોડો પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

રિંકુ સિંહ અને યશ દયાલ UP માટે ઘરેલુ ક્રિકેટ રમે છે અને બંને એકબીજાને સારી રીતે જાણે છે.

વધુ વાંચો