વિરાટને જોઈને શરમાઈ ગયો પોન્ટિંગનો દીકરો, પંતે કહ્યું- એક દિવસ દિલ્હી માટે રમશે, VIDEO

દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે 15મી એપ્રિલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાશે.

દિલ્હી કેપિટલ્સ ટુર્નામેન્ટમાં હજુ પોતાની પ્રથમ જીત મેળવવાના પ્રયાસમાં છે.

આ વચ્ચે દિલ્હીના હેડ કોચ રિકી પોન્ટિંગ અને વિરાટ કોહલીની એક મુલાકાતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં પોન્ટિંગની સાથે તેનો દીકરો પણ દેખાઈ રહ્યો છે, જેની કોહલી પરથી નજર નથી હટી રહી.

પહેલા તે વિરાટને જોઈને શરમાઈ ગયો અને પિતા પાછળ સંતાઈ ગયો, પછી કોહલીને જોતો રહ્યો.

એક ટ્વીટમાં પંતે કહ્યું, આશા છે કે એક દિવસ તે દિલ્હી માટે રમશે.

વધુ વાંચો