ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો

9 AUG 2024

પેરિસ ઓલિમ્પિકમાં હજારો એથ્લેટ્સ, તેમનો સહાયક સ્ટાફ, દર્શકો, સ્વયંસેવકો અને ઘણા લોકો ગયા છે. શું તમે જાણો છો તેમને ખાવામાં શું મળે છે?

એવો અંદાજ છે કે પેરિસ ઓલિમ્પિકમાં લગભગ 13 મિલિયન ફૂડ ભોજન આપવામાં આવશે. ઓલિમ્પિક વિલેજના ડાઇનિંગ હોલમાં દરરોજ 40 હજાર મીલ પીરસવામાં આવે છે.

ઓલિમ્પિક વિલેજમાં ચાર પ્રકારનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે, જેમાં ફ્રેન્ચ, એશિયન, આફ્રો-કેરેબિયન અને વિશ્વના અલગ-અલગ ડિશનો સમાવેશ થાય છે.

અહીં 5 ફૂડ પેકેજ છે, જેમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ, એન્ટ્રી લેવલ અને પ્રાઈવેટનો સમાવેશ થાય છે. આમાં, દરરોજ ત્રણ વખત ખોરાક મળે છે અને તે દર ત્રીજા દિવસે રિપીટ થાય છે.

ખાવાની પૂર્તિ થાય ટે માટે ઘણા રેસ્ટોરાં, ત્યાંના સેફ વગેરે સપ્લાય માટે ગયા છે, ઉદાહરણ તરીકે, 200 સેફઓની એક ટીમ છે, જેનું નેતૃત્વ એક્ઝિક્યુટિવ ઓફિસર ચાર્લ્સ ગિલોય કરે છે.

જો આપણે સલાડની વાત કરીએ તો તેમાં 30 પ્રકારની વસ્તુઓ હોય છે, પરંતુ એવોકાડો તેમાં સામેલ નથી. અગાઉ, ચિકન અને માંસની વાનગીઓ ઓછી હતી, પરંતુ એથ્લેટ્સ દ્વારા ઉચ્ચ પ્રોટીનની માંગ પછી, ઇંડા અને પ્રોટીનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ફ્રેન્ચ વાનગીમાં Veggie Bourguignon, Brandade de morue, એશિયન વાનગીમાં ચોખા, મટન, બેકડ બટેટા, કોબી છે. આફ્રિકન વાનગીઓમાં Chakchouka, chermoula  વગેરેનો સમાવેશ થાય છે.

અહીં, સોડા અને જ્યુસના ફુવારા પાસે ફરીથી વાપરી શકાય તેવા ગ્લાસ મૂકવામાં આવ્યા છે જેથી કચરો ઓછો થાય. તેમજ ડાઇનિંગ રૂમને છોડ વગેરેથી શણગારવામાં આવ્યો છે.