ધોનીનું 5 મહિના બાદ સોશિયલ મીડિયા પર કમબેક, બર્થ-ડે સેલિબ્રેશનનો વીડિયો સામે આવ્યો

ટીમ ઈન્ડિયોનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 7 જુલાઈએ 42 વર્ષનો થઈ ગયો.

હવે ધોનીએ પોતાના બર્થ-ડે બાદ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં તે પોતાના પાલતુ ડોગી સાથે કેક કાપીને બર્થડે સેલિબ્રેટ કરતા દેખાય છે.

ધોનીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, તમારી શુભકામનાઓ માટે ખૂબ આભાર, મેં જન્મદિવસ પર જે કર્યું તેની એક ઝલક.

ધોની સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતો, તેણે 5 મહિના બાદ કોઈ પોસ્ટ શેર કરી છે.