5 વિકેટ લેતા જ શમી રચશે ઈતિહાસ, વર્લ્ડકપમાં બનશે આ રેકોર્ડ

મોહમ્મદ શમી આ વર્લ્ડકપમાં અલગ જ રંગમાં નજર આવી રહ્યો છે, તેને ટીમ ઈન્ડિયામાં શરૂઆતની 4 મેચમાં તક નહોતી મળી.

તે ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડકપમાં પહેલી મેચ 22 ઓક્ટોબરે રમ્યો અને 54 રન આપીને કુલ 5 વિકેટ લીધી.

આ બાદ 29 ઓક્ટોબરે લખનઉ સામેની મેચમાં પણ શમીએ 22 રન આપીને 4 વિકેટ લીધી.

હાલ શમીની આ વર્લ્ડકપમાં 2 મેચમાં કુલ 9 વિકેટ છે અને 2015, 2019 અને 2023ના વર્લ્ડકપની 13 મેચમાં તેની 40 વિકેટ છે.

ભારત તરફથી વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર ઝહીર ખાન (44)  અને જવાગલ શ્રીનાથ (44) છે.

એવામાં શમી 5 વિકેટ મેળવતા જ બંને દિગ્ગજોથી આગળ નીકળી જશે. તે શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ સામે રેકોર્ડ તોડી શકે છે.

રાધિકા સાથે અનંત અંબાણી, બ્લેક ડ્રેમાં છવાયો અંબાણી પરિવારની નાની વહુનો જાદૂ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો