'આ મેં શું કરી નાખ્યું', જીત બાદ પણ ખુશ નથી KL રાહુલ, VIDEO

ભારતીય ટીમે ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પોતાની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી ટૂર્નામેન્ટનો પ્રારંભ કર્યો.

ચેન્નઈમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમની જીતના હીરો કે.એલ રાહુલ અને વિરાટ કોહલી રહ્યા.

મેચમાં કે.એલ રાહુલે 97 રનની ઈનિંગ્સ રમી તો વિરાટ કોહલીએ 85 રનનું યોગદાન આપ્યું હતું.

રાહુલ વિનિંગ શોટ માર્યા બાદ ખૂબ નિરાશ દેખાયો. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

સદી ચૂકી જતા તેણે કહ્યું- હું અંતિમ પળોમાં 100 સુધી કેવી રીતે પહોંચું તે વિચારી રહ્યો હતો. મેં વિચાર્યું એક ચોગ્ગો અને એક છગ્ગો મારું તો આ શક્ય છે.

મેં ચોગ્ગો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલનો બેટ સાથે સારો સંપર્ક થયો. મને તેનો કોઈ અફસોસ નથી હું ફરી ક્યારેક સદી મારી લઈશ.

આફ્રિકન ક્રિકેટરે મચાવી ધમાલ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો