શાહરૂખની ટીમનો મોટો ઝટકો... IPL છોડીને આ ખેલાડી ઘરે પાછો ફર્યો

IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડરનું પ્રદર્શન સારું રહ્યું નથી, ટીમ 8માંથી 5 મેચ હારી ચૂકી છે.

હવે કોલકાતા નાઈટ રાઈડર્સને IPLની સીઝનમાં અધવચ્ચે જ મોટો ઝટકો લાગ્યો છે.

ટીમનો વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ ફેમિલી ઈમરજન્સીના કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે.

KKRએ લખ્યું, લિટ્ટન દાસ 28 એપ્રિલે ફેમિલી ઈમરજન્સીના કારણે બાંગ્લાદેશ પાછો ફર્યો છે.

"આ મુશ્કેલ સમયમાં તેમના અને તેમના પરિવારને અમારી શુભકામનાઓ."