હૈદરાબાદ ફાઈનલમાં પહોંચતા kavya Maran નો રિએક્શન Video Viral

25 MAY 2024

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની ક્વોલિફાયર 2 મેચમાં, સન રાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવ્યું

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સન રાઈઝર્સ હૈદરાબાદની જીતનો હીરો પ્લેયર ઓફ ધ મેચ શાહબાઝ અહેમદ (3 વિકેટ અને 18 રન) રહ્યો હતો

આ રીતે, SRHને હવે 26મી મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ફાઈનલ રમવાની ટિકિટ મળી ગઈ છે, આઈપીએલની ફાઈનલ ચેન્નાઈમાં જ યોજાશે

આ મેચ જીત્યા બાદ SRH CEO કાવ્યા મારનની ખુશી જોવા જેવી હતી. મેચ જીત્યા બાદ તેણે ડાન્સ કરવાનું શરૂ કર્યું.

એકંદરે, કાવ્યાના ચહેરા પરની ખુશી જોવા લાયક હતી, તેણે મેચ જીત્યા પછી તરત જ હાથ ઊંચા કરીને ઉજવણી કરી.

જો કે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની પ્રથમ ઇનિંગ ચાલી રહી હતી અને શરૂઆતની વિકેટો પડી રહી હતી ત્યારે કાવ્યા એકદમ ઉદાસ થઇ ગઇ હતી.

કાવ્યાની ખાસ વાત એ છે કે તે દરેક મેચમાં પોતાની ટીમને સપોર્ટ કરવા જાય છે

21 મેના રોજ જ્યારે SRH ક્વોલિફાયર 1માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી ગયું, ત્યારે કાવ્યા ખૂબ જ દુઃખી થઈ ગઈ

પરંતુ 24મી મેના રોજ રમાયેલી મેચ બાદ કાવ્યાના ચહેરા પર ફરી એકવાર ખુશી ફરી વળી છે