9 MAY 2024
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની સુકાની પેટ કમિન્સ કરી રહ્યો છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં SRH જીત માટેની મજબૂત દાવેદાર છે
હૈદરાબાદે બુધવારે (8 મે) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાયેલી મેચમાં 10 વિકેટથી જીત મેળવી અને ત્રીજા સ્થાન પર કબજો કર્યો
આ મેચ દરમિયાન હૈદરાબાદ ટીમના સીઈઓ કાવ્યા મારનનું એક વિચિત્ર રીએક્શન જોવા મળ્યું
આ રીએક્શન લખનૌની ઇનિંગ્સ દરમિયાન આવ્યું હતું
જ્યારે આયુષ બદોની બેટિંગ કરી રહ્યો હતો, તેણે પેટ કમિન્સના બોલ પર રિવર્સ લેપ્ડ શોટ રમીને બાઉન્ડ્રી ફટકારી હતી
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો
જવાબમાં હૈદરાબાદે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 9.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી