હાર્દિક પંડ્યાનું મેદાન પર કમબેક ક્યારે થશે? BCCI સચિવ જય શાહે આપી અપડેટ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા પાછલા કેટલાક સમયથી ક્રિકેટથી દૂર છે.

હાર્દિક પંડ્યાને ક્રિકેટ વર્લ્ડકપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં પગમાં ઈજા પહોંચી હતી.

આ કારણે તે વર્લ્ડકપથી બહાર થઈ ગયો અને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝમાં પણ નહોતો રમી શક્યો.

સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાંથી પણ ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાને બહાર રાખવામાં આવ્યો છે.

હવે હાર્દિકના કમબેકને લઈને BCCI સચિવ જય  શાહે PTIને અપડેટ આપ્યું હતું.

જય શાહે કહ્યું, હાર્દિક આગામી વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે રમાનાર ટી-20 સીરિઝ માટે ફિટ થઈ જશે.

ભારતીય ટીમ ઘર આંગણે અફઘાનિસ્તાન સામે 3 ટી-20 મેચ રમશે. આ મેચ 11, 14 અને 17 જાન્યુઆરીએ રમાશે.

ખજુરભાઈ મીનાક્ષી દવે સાથે લગ્ન બંધનમાં બંધાયા, જુઓ સુંદર તસવીરો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો