27 MAY 2024
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL ની 17મી સીઝનનો ખિતાબ જીત્યો
ફાઈનલ મેચમાં KKR એ સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું હતું
ફાઈનલ જીત્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટ્રોફી મેળવી હતી
જોકે, BCCI સેક્રેટરી જય શાહ અને પ્રેસિડેન્ટ રોજર બિન્ની પાસેથી ટ્રોફી મેળવ્યા બાદ શ્રેયસે જે કર્યું તેણે ચાહકોનું દિલ જીતી લીધું.
શ્રેયસ અય્યરે પોતાની ટીમની ખેલાડી રિંકુ સિંહને ટ્રોફી આપી, ફાઈનલ મેચમાં રિંકુને બેટિંગ કરવાની તક મળી ન હતી
શ્રેયસ અને તેની ટીમના ખેલાડીઓએ આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીની શૈલીમાં સેલિબ્રેશન કરી હતી
મેસ્સીએ ડિસેમ્બર 2022માં ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાન્સ સામેની જીતની ઉજવણી આવી જ રીતે કરી હતી