GJ2Pd4aWwAAxOVj

IPL 2024: Kohli-Gambhir નો ઝગડો ખતમ? મેદાન પર એકબીજાને ગળે લાગ્યા

30 MAR 2024

Credit: Instagram

image
GJ5zTfma4AA8tSI

IPL 2024 માં KKR VS RCB વચ્ચેની મેચમાં સૌની નજર ગંભીર-કોહલી પર હતી

Screenshot 2024 03 30 135525

RCB ની ઇનિંગ્સમાં વ્યૂહાત્મક સમય દરમિયાન, ગંભીરે કોહલી સાથે હાથ મિલાવ્યો અને પછી તેને ગળે લગાડ્યો.

કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રી પણ આ ઘટનાથી દંગ રહી ગયા હતા. શાસ્ત્રીનું માનવું હતું કે તેમને ફેર પ્લે એવોર્ડ મળવો જોઈએ.

iT3vf82oiRVOGXXN

iT3vf82oiRVOGXXN

જોકે, મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે એક ડગલું આગળ વધીને કહ્યું, 'ફક્ત ફેર પ્લે એવોર્ડ જ નહીં, બંનેને ઓસ્કાર પણ મળવો જોઈએ.'

IPL 2023 દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી

ત્યારે ગંભીર લખનઉ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતા, અને તેમની કોહલી સાથે બબાલ થઈ હતી

વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી, જેમાં ગૌતમ ગંભીરે પણ ભાગ લીધો હતો

મેચની વાત કરીએ તો, બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયેલી આ મેચમાં KKR એ RCBને સાત વિકેટે હરાવ્યું હતું.

ગઇકાલની મેચમાં વિરાટ કોહલીએ RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોહલીએ 83 રનની અણનમ ઇનિંગ રમી જેમાં 4 ફોર અને 4 સિક્સ સામેલ હતી.