26 MAY 2024
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓપનર બેટ્સમેન શિખર ધવન તેના લગ્નને લઈ ખુલાસો કર્યો છે
શિખર ધવન ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, પરંતુ સીઝનની મધ્યમાં ઈજાને કારણે તેણે ટૂર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું હતું
આ દિવસોમાં ક્રિકેટથી દૂર રહેલો શિખર ધવન પોતાના શોને કારણે ચર્ચામાં છે, આ શોમાં ધવને પોતાની સાથે જોડાયેલી એક અફવા અંગે ખુલાસો કર્યો હતો.
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને કહ્યું કે, તેણે એકવાર એવી અફવા સાંભળી હતી કે તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ સાથે લગ્ન કરી રહ્યો છે.
તેના પર તેમણે કહ્યું કે, આ તેના વિશેની અજીબ અફવાઓમાંથી એક છે
મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે નિવૃત્તિ બાદ કોમેન્ટ્રી અને મેન્ટરશીપમાં તેની બીજી ઇનિંગ શરૂ કરી છે, તે વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સની મેન્ટર છે
આ વાતચીત દરમિયાન ધવને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને ભારતીય સ્ટાર ઋષભ પંતના પણ વખાણ કર્યા, જેમણે T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં શાનદાર વાપસી કરી છે
ધવને કહ્યું, 'એ અકસ્માત બાદ તેના પુનર્વસન અને ઇજાઓને જે રીતે સંભાળી છે તેની હું પ્રશંસા કરવા માંગુ છું