IPL 2024: 5 એવા સ્ટાર ખેલાડીઓ જેઓ પહેલાવાર રમવા જઈ રહ્યા છે IPL
IPL 2024 વધુ ધમાકેદાર બનવાની છે. આ સિઝનમાં ઘણા નવા ખેલાડી ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બોલર શમર જોસેફને લખનઉ સુપર જાયન્ટ્સે 3 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તેઓ પહેલીવાર IPLનો ભાગ બન્યા છે.
સાઉથ આફ્રિકાના ખેલાડી જેરાલ્ડ કોએત્ઝીને MIએ 5 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તેમને રાજસ્થાન રોયલ્સે 2021માં ખરીદ્યા હતા, પરંતુ તેમને એકપણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો.
સાઉથ આફ્રિકાના અન્ય એક બોલર નંદ્રે બર્ગરને રાજસ્થાન રોયલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યા છે. તેઓ પ્રથમ વખત ટૂર્નામેન્ટનો ભાગ બનવા જઈ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્પેન્સર જોનસનની લોટરી લાગી છે. ગુજરાત ટાઈટન્સે તેમને 10 કરોડની રકમ આપીને ખરીદ્યા છે.
ન્યૂઝીલેન્ડના સ્ટાર ખિલાડી રવિન રવિન્દ્રએ વર્લ્ડ કપમાં ખૂબ ધૂમ મચાવી હતી. તેમને CSKએ 1.80 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે.