ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો બિઝનેસમેન... આ સ્ટાર્ટઅપમાં કર્યું રોકાણ

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી ચર્ચામાં છે. આ વખતે તે રોકાણ કરવાને લઈને ચર્ચામાં આવ્યો છે.

ક્રિકેટની પીચ પર ધમાલ મચાવનારા હાર્દિક હવે બિઝનેસ સેક્ટરમાં ઉતર્યો છે અને મોટું રોકાણ કર્યું છે.

Hardik Pandyaએ ફૂડ બ્રાન્ડ Yuમાં રોકાણ કર્યું છે, જોકે તેના રોકાણની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

શેફ ક્રાફ્ટ ઈન્સ્ટન્ટ ફૂડ્સ બ્રાન્ડ Yuએ બુધવારે હાર્દિક પંડ્યાને રોકાણકાર અને બાન્ડ એમ્બેસેડર જાહેર કર્યો છે.

ભારત ભલ્લા અને વરુણ કપૂરની કંપની પેકેજ્ડ ફૂડ્સ બનાવે છે.

આ બ્રાન્ડ પાસ્તા, કપ નૂડલ્સ, હક્કા નૂડલ્સ, ઓટ્સ સહિત 14 ઈન્સ્ટન્ટ આઈટમ બનાવે છે.

વધુ વાંચો