By Parth Vyas

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ રહી છે. જેમાં બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે.

બીજા દિવસની રમતના અંત સુધી બાંગ્લાદેશનો સ્કોર 133/8 રહ્યો હતો.

Arrow

બીજા દિવસે ભારતે 278/6ના સ્કોરથી પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. પરંતુ શ્રેયસ અય્યર થોડા સમયમાં જ આઉટ થઈ ગયો હતો.

Arrow

કુલદીપ યાદવ અને અશ્વિને આઠમી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરીને ભારતના સ્કોરને 385 રન સુધી પહોંચાડ્યો હતો.

Arrow

બાંગ્લાદેશની ઇનિંગ્સના પહેલા જ બોલે ભારતના સ્ટાર પેસર સિરાજે નજમુલ હસન શાંતોને પેવેલિયન ભેગો કર્યો.

Arrow

સિરાજે કુલ ત્રણ વિકેટ લઈને બાંગ્લાદેશના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો.

Arrow

ત્યારપછી કુલદીપ યાદવે સ્પિન બોલિંગથી પ્રભાવિત કર્યા. તેણે 4 વિકેટ ઝડપી બાંગ્લાદેશના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધું.

Arrow