80ની એવરેજ, 13 સદી... આ ક્રિકેટર સાથે અન્યાય? વિન્ડિઝ ટૂરમાં ના મળી તક

Arrow

Photos @BCCI

વેસ્ટઈંડિઝ માટે બીસીસીઆઈએ ટેસ્ટ ટીમનું એલાન કરી દીધું છે. 2 મેચની ટેસ્ટ સીરીઝ 12 જુલાઈથી રમાશે.

Arrow

ટેસ્ટ ટીમમાં પહેલીવાર યશસ્વી જયસ્વાલને જગ્યા મળી છે જ્યારે ઋતુરાજ ગાયકવાડ ટેસ્ટ ડેબ્યૂ કરવા તૈયાર છે.

Arrow

બંને સીરીઝમાં ટીમ ઈન્ડિયાના કપ્તાન રોહિત શર્મા રહેશે. આ પ્રવાસમાં ભારત 2 ટેસ્ટ, 3 વનડે, 5 T20 રમશે.

Arrow

ટેસ્ટ સીરીઝમાં અનુભવી ક્રિકેટર ચેતેશ્વર પુજારાને છોડીને મોટાભાગના સીનિયર પ્લેયર્સ ભારતીય ટીમમાં જગ્યા બનાવવાાં સફળ રહ્યા છે.

Arrow

ટેસ્ટ સ્કવૉડમાં જોકે સ્થાનીક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને એકવાર ફરી નિરાશા હાથ લાગી છે.

Arrow

25 વર્ષનો સરફરાઝ ખાન સતત ઘરેલુ ક્રિકેટમાં રન બનાવી રહ્યો છે. રણજી ટ્રોફીના ગયા સીઝનમાં તેણે જબ્બર ફટકાબાજી કરી હતી.

Arrow

ઋતુરાજની ફર્સ્ટ ક્લાસ એવરેજ લગભગ 42ની છે અને તેની તુલનામાં સરફરાઝે એટલી મેચ પણ રમી નથી.

Arrow

સરફરાઝે અત્યાર સુધી 37 ફર્સ્ટ ક્લાસ મેચમાં 3505 રન કર્યા છે જેમાં 13 સદી અને 9 અર્ધ સદી છે.

Arrow

તેનો અણનમ હાઈએસ્ટ સ્કોર 301નો છે અને એવરેજ 80 (79.65)ની છે. જેમાં ગત ત્રણ રણજીમાં તો તેની એવરેજ 100થી વધુ છે.

Arrow