ભુવનેશ્વર, બુમરાહથી લઈને ઈશાંત શર્મા સુધી... IPLમાં આ ભારતીયો બોલર્સ લઈ ચૂક્યા છે 5 વિકેટ

લક્ષ્મીપતિ બાલાજી લક્ષ્મીપતિ બાલાજીએ 2008માં ચેન્નઈ તરફથી રમતા કિંગ્સ ઈલેવન પંજાબ સામે 5 વિકેટ લીધી હતી.

ઈશાંત શર્મા ઈશાંતે 2011માં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ તરફથી રમતા કોચી ટસ્કર્સ કેરાલા સામે 12 રનમાં 5 વિકેટ લીધી હતી.

મુનાફ પટેલ મુનાફ પટેલે 2011માં મુંબઈ તરફથી રમતા કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં 21 રન આપી 5 વિકેટ લીધી હતી.

જયદેવ ઉનડકટ ગુજરાતી બોલર જયદેવે 2013માં RCB માટે અને 2017માં તેણે RPS માટે રમતા ફરી 5 વિકેટ લીધી હતી.

ભુવનેશ્વર કુમાર ભુવનેશ્વર કુમારે 2017માં પંજાબ સામે અને આ વર્ષે ગુજરાત ટાઈટન્સ સામે 5 વિકેટ લીધી હતી.

અંકિત રાજપૂત પંજાબના આ બોલરે 2018માં હૈદરાબાદ સામે 14 રન આપીને 5 વિકેટ લીધી હતી.

હર્ષલ પટેલ મૂળ ગુજરાતી હર્ષલ પટેલે 2021માં RCB માટે રમતા MI સામે 27 રનમાં 5 વિકેટ લીધી હતી.

અર્શદીપ સિંહ પંજાબના આ બોલરે 2021માં રાજસ્થાન રોયલ્સ સામે 32 રન આપીને 5 વિકેટ લીધી હતી.

જસપ્રીત બુમરાહ મૂળ ગુજરાતના બુમરાહે 2022માં MI તરફથી રમતા KKR સામે 10 રનમાં 5 વિકેટ લીધી હતી.