VIDEO: Anushka Sharma કોના પર થઈ લાલઘૂમ? ફેન્સે કહ્યું- ભાભીજી...

13 june 2024

અનુષ્કા શર્મા લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. હાલ તે કોઈ પાર્ટી, સ્ટેડિયમ અથવા તેના પતિ કોહલી સાથે જોવા મળે છે

જ્યારે પણ અભિનેત્રીને સ્પોટ કરવામાં આવે છે, ત્યારે તે ખુશખુશાલ અને શાંત મૂડમાં જોવા મળે છે. પણ આ શું છે...અનુષ્કા આટલી ગુસ્સે કેમ થઈ ગઈ

અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આમાં અભિનેત્રી એકદમ ગુસ્સામાં જોવા મળી રહી છે.

આ વીડિયો હાલમાં જ રમાયેલી ભારત-પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપ મેચનો જણાવવામાં આવી રહ્યો છે. અનુષ્કા VIP સ્ટેન્ડમાં બેઠી છે.

કોઈની સાથે વાત કરતી વખતે તે ખૂબ જ ગુસ્સામાં દેખાય છે. અભિનેત્રી કોઈને ખખડાવી રહી હોય તેવું લાગી રહ્યું છે

અનુષ્કાને આટલી ગુસ્સામાં જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, ફિલ્મો સિવાય, તે ઑફ-સ્ક્રીન પહેલાં ભાગ્યે જ ગુસ્સામાં જોવા મળી હશે

એકે લખ્યું- ભાભીજી અગ્રેસીવ છે, તો બીજા એક યુઝરે લખ્યું કે અનુષ્કાને શું થયું, આટલો ગુસ્સો કેમ?

જો કે આનો જવાબ અનુષ્કા જ સારી રીતે કહી શકે છે કે આ ગુસ્સાનું કારણ શું છે

મેચ દરમિયાન અભિનેત્રી ભલે ગુસ્સામાં દેખાઈ હોય, પરંતુ ભારતની જીત બાદ અનુષ્કા ઉત્સાહિત દેખાઈ રહી હતી