17, 16 અને 13 કરોડના આ મોંઘા પ્લેયર્સના પત્તા કપાયા, IPL ટીમોએ કર્યા બહાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ને લઈને તમામ 10 ટીમોએ પોતાના રિટેન અને રિલીઝ પ્લેયર્સનું લિસ્ટ જાહેર કરી દીધું છે.

IPL 2024 માટે હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થઈ શકે. આ પહેલા કુલ 89 ખેલાડીઓને રિલીઝ કરાયા છે.

મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં ખરીદેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને ટ્રેડ દ્વારા RCBને વેચી દીધો છે.

ત્રીજા સૌથી મોંઘા પ્લેયર ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને CSKએ 16.25 કરોડમાં ખરીદ્યો હતો અને હવે રિલીઝ કરી દીધો છે.

ઈંગ્લેન્ડના હેરી બ્રૂકને સનરાઈઝર્સ હૈદરાબાદે 13.25 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ એક જ સીઝનમાં તેને રિલીઝ કરી દીધો છે.

ભારતીય બોલર શાર્દુલ ઠાકુરને KKRએ બહાર કર્યો છે. શાર્દુલને KKRએ 10.75 કરોડમાં દિલ્હી કેપિટલ્સથી ખરીદ્યો હતો.

RCBએ વાનિંદુ હસરંગા અને હર્ષલ પટેલને રિલીઝ કરી દીધા છે. બંનેને એક સમાન 10.75 કરોડમાં ખરીદ્યા હતા.

કોલકાતાએ ગુજરાતથી લીધેલા ઝડપી બોલર લોકી ફર્ગ્યુસનને રિલીઝ કરી દીધે છે. તેને 10 કરોડમાં ખરીદ્યો હતો.

ભગવાન રામ અને શ્રીકૃષ્ણથી શીખવી જોઈએ આ એક વાત, જયા કિશોરીએ આપ્યો મંત્ર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો